બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કથિત અપમાનના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન બોટાદના સૌવગણ નગર ખાતે આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખડગેના સમર્થનમાં કાર્યકરોએ ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આ ઘટના અંગે સખત વિરોધ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દેશના વરિષ્ઠ દલિત નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના અપમાનના આક્ષેપને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બોટાદમાં ખડગેના અપમાનના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન:આંબેડકર પ્રતિમા પાસે ધરણા યોજી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
