બોટાદમાં મીલીટરી રોડ પર જુગારના અડ્ડા પર LCBના દરોડા:6 શખ્સો રંગેહાથ ઝડપાયા, 7 નાસી છૂટ્યા; કુલ 17 સામે ગુનો નોંધાયો

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ શહેરમાં ઘોડીપાસાના જુગારના અડ્ડા પર LCB પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. શહેરના મીલીટરી રોડ પર ફ્રુટ માર્કેટ પાછળ મેલડી માતાજીના મંદિર પાસે જાહેર ખરાબામાં ચાલતા જુગારના અડ્ડામાં દરોડા દરમિયાન 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 7 શખ્સો નાસી છૂટ્યા હતા. આ ઉપરાંત જુગાર રમાડવા માટે બહારથી માણસો બોલાવવાની કામગીરી સાથે સંકળાયેલા 4 શખ્સો સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. પોલીસે કુલ 17 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા
LCB પોલીસે દરોડા દરમિયાન રણછોડભાઈ નાગજીભાઈ ભરવાડ, ભાવાભાઈ બોધાભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર ઉર્ફે ઘોઘો ભગાભાઈ પારધી, યુવરાજભાઈ નાગભાઈ ખાચર, મનસુખભાઈ રણછોડભાઈ પરમાર અને યાસીનભાઈ જમાલભાઈ મમાણીની ધરપકડ કરી હતી. 7 શખ્સો નાસી છૂટ્યા, 4 હાજર મળ્યા નહીં
પોલીસની કાર્યવાહી દરમિયાન હિંમતભાઈ ડાભી, સાગરભાઈ ભરવાડ, સુરાભાઈ કોળી, હીરાભાઈ ભરવાડ, મેહુલભાઈ ઝાપરા, વિજયભાઈ ચાવડા અને મહેશભાઈ કાળુભાઈ વસવેલીયા સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જ્યારે જુગાર રમાડવા માટે બહારથી માણસો બોલાવનાર મહેશભાઈ ઉર્ફે કાળુ હમીરભાઈ વાજા, કિરણભાઈ ડાયાભાઈ બથવાર, અભિષેકભાઈ અને વિશાલભાઈ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. રૂ.4.28 લાખની રોકડ સહિત મુદ્દામાલ કબજે
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.4,28,350ની રોકડ રકમ, ઘોડીપાસા નંગ-2 અને ગ્લાસ નંગ-1 કબજે કર્યા હતા. આમ, કુલ 17 શખ્સો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *