બોટાદમાં શ્રી હરિ કથાની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ:મોટી સંખ્યામાં હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

બોટાદના સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, લક્ષ્મીનારાયણ પાર્ક ખાતે શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ત્રિદિનાત્મક શ્રી હરિના દિવ્ય ચરિત્રોની કથાનું આજે, 21 ઓગસ્ટ 2026ના રોજ સમાપન થયું. આ કથા સાંખ્યયોગી લીલાબા દ્વારા કરવામાં આવી હતી. તેમણે શ્રાવણ માસ દરમિયાન ભગવાનને પ્રસન્ન કરવાના હેતુથી કથા વાર્તા, ધૂન અને હિંડોળા ઉત્સવનું આયોજન કર્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. રાસ ઉત્સવ સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *