બોટાદ શહેરમાં SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને 57 હજારથી વધુના સુકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ભાવનગર રોડ પર પંચ પીરની દરગાહ નજીક કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન પંચ પીરની દરગાહ પાસે રહેતા સોહીલ સિપાઈ પાસેથી 1.149 કિલો સુકો ભેજયુક્ત ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 57,450 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન અને રૂ. 1,400 રોકડ સહિત કુલ રૂ. 68,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સોહીલ સિપાઈની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ SOGના પી.આઈ. પી.જી. ડાવરા, પી.એસ.આઈ. એ.એમ. રાવલ તેમજ ગાયત્રીબેન જોષી, દિલીપસિંહ ટાંક અને પરાક્રમસિંહ ઝાલા સહિતની ટીમે મળેલી બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી હતી.
બોટાદમાં SOG પોલીસે 57 હજારનો ગાંજો જપ્ત કર્યો:પંચ પીરની દરગાહ પાસે રહેતા એક શખસની ધરપકડ, ₹68,850નો મુદ્દામાલ કબજે
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
