બોટાદ જૈન સંઘે 4 ઉપવાસથી વધુ તપસ્વીઓના સામૂહિક પારણાં કરાવ્યા:વખારિયા ચોકથી ગુરૂ ભગવંત સાથે વાજતે ગાજતે પારણાં ભવન પહોંચ્યા તપસ્વીઓ

📅 Published: September 16, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ જૈન સંઘ દ્વારા 4 કે તેથી વધુ ઉપવાસ કરનાર તપસ્વીઓ માટે સામૂહિક પારણાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ સવારે 7:30 કલાકે શ્રી નેમિ ઉદય નંદન વિહાર પારણાં ભવન ખાતે યોજાયો હતો. લાભાર્થી પરિવારના નિવાસસ્થાન વખારિયા ચોકથી પૂજ્ય ગુરૂ ભગવંત અને સકલ જૈન સંઘ સાથે તપસ્વીઓ વાજતે ગાજતે પારણાં ભવન પહોંચ્યા હતા. અહીં તપસ્વીઓના પારણાં કરાવવામાં આવ્યા હતા. આ પારણાં કાર્યક્રમના લાભાર્થી માતૃશ્રી નારંગીબેન મથુંરદાસ પરિવાર હતા. આ પારણાં પૂર્વીબેનના અઠ્ઠાઈ તપ નિમિત્તે રાખવામાં આવ્યા હતા. પારણાં ચાલુ થયા બાદ સકલ જૈન સંઘ માટે નવકારશી ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવકારશી શ્રી આયંબિલ ભુવન, અંબાજી ચોક, બોટાદ ખાતે રાખવામાં આવી હતી. નવકારશીના લાભાર્થી શ્રી બોટાદ જૈન સંઘ અને અન્ય લાભાર્થી પરિવારો હતા. આજે સવારે 7:30 કલાકે લીમડા ચોક ખાતેથી બધા તપસ્વીઓએ એક સાથે પારણાં ભવનમાં પ્રવેશ કર્યો હતો. શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા.સંઘે દરેક તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *