બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉમિયા મહિલા સંગઠને રાખડી બાંધી:અધિકારીઓ અને કર્મચારીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

આજે, 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે, બોટાદ શહેરમાં ઉમિયા મહિલા સંગઠનની બહેનો દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંગઠનની બહેનોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી હતી. આ પહેલ પાછળનો હેતુ એ હતો કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સતત વ્યસ્ત રહે છે. તેમની વ્યસ્ત નોકરીના કારણે તેઓ રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર નિમિત્તે પોતાના પરિવાર સાથે ઉજવણી કરી શકતા નથી કે બહેનો પાસે રાખડી બંધાવી શકતા નથી. ઉમિયા મહિલા સંગઠનની બહેનોએ પોલીસકર્મીઓને પોતાના ભાઈ સમાન ગણી, તેમના રક્ષણ માટે કાંડા પર રાખડી બાંધી હતી. આ પ્રસંગે તેમણે પોલીસકર્મીઓ સદાય સેવામાં અગ્રેસર રહે અને સુખ, સમૃદ્ધિ તથા સલામતી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બહેનોના આ પ્રયાસ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીથી તમામ બહેનોએ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *