બોટાદ મહિલા પોલીસે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી:વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે વડીલોનું સન્માન કર્યું

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની ટીમે કૃષ્ણધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદ અને મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોના યોગદાન, અનુભવ અને અધિકારોનું સન્માન કરવાનો હતો. તેમજ તેમના આરોગ્ય, સુરક્ષા અને સુખાકારી અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. મહિલા પોલીસ ટીમે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. આ પ્રસંગે ટીમે તમામ વરિષ્ઠ નાગરિકોને સિઝનેબલ ફળોનું વિતરણ કર્યું હતું અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વડીલોને યોગ્ય આરોગ્ય સંભાળ, આર્થિક સુરક્ષા અને સલામત વાતાવરણ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *