બોરતળાવ ખાતે છઠ્ઠ પર્વની ઉજવણી:મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકોએ છઠ્ઠી મૈયાની પૂજા-અર્ચના કરી, સૂર્યદેવને જળ અર્પણ

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોર તળાવ) ખાતે આજરોજ પૂર્વ સંધ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતીય પરિવારો દ્વારા છઠ પૂજાના ધાર્મિક પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી વ્રતધારી મહિલાઓએ અસ્ત થતા ભગવાન સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા-અર્ચના કરી પરિવારના સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભક્તોએ જળાશયના કિનારે ઊભા રહી સૂર્યદેવને જળ અર્પણ કર્યું
ઉત્તર ભારતના ખાસ કરીને બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના લોકો માટે આ પર્વ વિશેષ મહત્ત્વ ધરાવે છે, જેમાં મુખ્યત્વે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. વ્રતધારી મહિલાઓ નિર્જળ ઉપવાસ રાખી જળાશયના કિનારે ઊભા રહી સૂર્યદેવને જળ અર્પણ કરે છે. પૂજાની પરંપરાગત વિધિ મુજબ વાંસની ટોપલી અને સૂપમાં શેરડી, નાળિયેર, કેળાં, સફરજન, નારંગી સહિતનાં વિવિધ ફળો, ગોળ તેમજ પરંપરાગત પ્રસાદ ‘ઠેકુઆ’ રાખીને સૂર્યદેવને અર્પણ કરવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ મુજબ, આ વ્રતના છેલ્લા દિવસે સૂર્યોદય સમયે સૂર્યનારાયણને જળધારા અર્પણ કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ સમગ્ર ઉજવણી દરમિયાન બોર તળાવ પરિસરનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની રહ્યું હતું..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *