બ્રહ્માકુમારી બોટાદે રક્ષાબંધન કાર્યક્રમ યોજ્યો:સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્રો પર રાખડી બાંધી

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયોગીની બ્ર.કુ. નીતા દીદીના હસ્તે વિવિધ સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્રો ખાતે રાખડી બાંધી વ્યસનમુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણી અંતર્ગત બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્રના રાજયોગીની બ્ર.કુ. નીતા બહેન, બ્ર.કુ. વર્ષાબેન, બ્ર.કુ. ભૂમિબેન, બ્ર.કુ. રજનીબેન, બ્ર.કુ. દર્શનાબેન સહિત અન્ય બહેનોએ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી હતી. તેમણે રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્ય વિશે પણ જાણકારી આપી હતી. આ પર્વ નિમિત્તે કર્મચારીઓને વિવિધ વ્યસનોથી દૂર રહેવા પ્રેરણા આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ વ્યસનમુક્ત જીવન અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય કર્મચારીઓને પણ રાખડી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત, સેવા કેન્દ્ર પર મુક્તિધામના ચેરમેન ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, નીલમ ટ્રેડર્સના લાલજીભાઈ કથળીયા, ગોકુલ મેડિકલના માધવજીભાઈ માણિયા અને મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટના નિરવભાઈ કણજરીયા સહિત અનેક ભાઈ-બહેનોને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *