ભરૂચમાં દહેજ GIDCની કંપનીમાં ભીષણ આગ:ડ્રમમાં બ્લાસ્ટના અવાજ 7 કિમી સુધી સંભળાયા, 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીમાં આજે (17 ઓગસ્ટ) વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટનો અવાજ આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હતો. ભારે આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો. 3 તસવીરમાં આગની ઘટના આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયોઃ દિનેશ ગામીત
આ અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામીતે જણાવ્યું કે, આગ કંપનીના વેરહાઉસમાં ભરેલા સોલ્વન્ટના ડ્રમમાં લાગી છે, અહીં કોઈ બ્લાસ્ટ થયો નથી. વેરહાઉસ હોવાથી ઘટના સમયે અંદર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. 8 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો છે. ડ્રમમાં રહેલો સોલ્વન્ટ સંપૂર્ણ બળી ન જાય ત્યાં સુધી આગ સંપૂર્ણપણે ઓલવવામાં હજુ એકથી દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ સોલ્વન્ટ ઢોળાવાથી કે સ્ટેટિક ચાર્જના કારણે આગ ભભૂકી હોવાની પ્રાથમિક શક્યતા છે. આ પણ વાંચો… અમદાવાદ વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ 28 જૂન, 2026ના અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ફેઝ 2માં મોડી રાતે કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 22 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગને ચાર કલાકે કાબૂમાં લીધી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *