ભરૂચ બ્લિંકિટ સ્ટોરમાં ગંદકી:બગડેલા શાકભાજી મળ્યા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નોટિસ આપી

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલા બ્લિંકિટ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્ટોરની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસકર્તા ટીમે ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ, સ્વચ્છતા અને હાઈજેનિક કન્ડિશન અંગેના નિયમોનું પાલન ન થતું હોવાનું નોંધ્યું હતું. સ્ટોરના કોલ્ડ સ્ટોરેજ સહિતના વિવિધ વિસ્તારોની તપાસ કરતા બગડી ગયેલા શાકભાજી મળી આવ્યા હતા. સ્ટોરમાં ખાદ્ય સામગ્રીના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત, સ્વચ્છતાના ધોરણો જાળવવામાં પણ ગંભીર બેદરકારી પ્રવર્તી રહી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બ્લિંકિટ સ્ટોરને નોટિસ ફટકારી છે. નિયમોનું પાલન ન થતું હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ઓનલાઈન ડિલિવરી માટે ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરતા સ્ટોર્સમાં હાઈજેનિક કન્ડિશન અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવાની જવાબદારી પર ફરી સવાલો ઉભા થયા છે. ગ્રાહકો સુધી પહોંચતા ખાદ્યપદાર્થોના સંગ્રહ અને ગુણવત્તા અંગે તંત્રની તપાસમાં ગંભીર બેદરકારી બહાર આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *