આગામી 11 ઓક્ટોબરે યોજાનારી ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ફોર્મ ભરી દીધા છે. આ ઉમેદવારોના સોગંદનામાનું એનાલિસિસ કરતા આ ચૂંટણી જંગમાં ધનાઢ્યો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સ્ટેન્ડિગ કમિટીના પૂર્વ ચેરમેન જશવંત પટેલ પાસે 244 કરોડની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. અમે તમને 10 કરોડથી ઉપરની સંપત્તિ હોય એવા ભાજપ-કોંગ્રેસના 5 ઉમેદવાર અંગે જાણાવી રહ્યા છીએ. જેઓ રાજ્યના 20 મંત્રી કરતા પણ પૈસાદાર છે. વોર્ડ નંબર 11ના ઉમેદવાર જશવંતલાલ પટેલ અને તેના પરિવાર પાસે ગાંધીનગરના ભાટ અને રૂપાલ વિસ્તારમાં અંદાજે 200 કરોડની કિંમત ધરાવતી ખેતી અને બિનખેતીની જમીનો છે. જશવંતલાલ અને તેના પત્ની પાસે 75 તોલા સોનું, 7 કિલો ચાંદી અને વોલ્વો, વોક્સવેગન ટાઇગુન તથા હોન્ડા આઈ-20 જેવી કાર્સનો કાફલો છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 10માંથી ચૂંટણી લડી રહેલા 57 વર્ષીય ગૌરાંગ પટેલ અને તેમના પત્ની વિવિધ બેંક ખાતાઓમાં કરોડોની થાપણો ધરાવે છે. ધોરણ-9 સુધી અભ્યાસ કરનાર ગૌરાંગ પટેલ પાસે રેન્જ રોવર, ઇનોવા અને BMW જેવી લક્ઝરી કાર્સ તથા ₹5.40 કરોડનો બંગલો અને ફાર્મહાઉસ છે. 97 તોલા સોનું, 3.5 કિલો ચાંદી અને લક્ઝરી કાર્સ
વોર્ડ નંબર 1ના ઉમેદવાર અને શિક્ષાપત્રી ગ્રુપના બિલ્ડર મહેશ ચૌધરી (વિષ્ણુ-મેટ્રો) પાસે મર્સિડીઝ, ફોર્ચ્યુનર, ઇનોવા અને XUV સહિતની લક્ઝરી કાર્સ છે અને તેમની બધી કારના નંબર 0002 છે. તેની અને તેના પત્ની પાસે 97 તોલા સોનું, 3.5 કિલો ચાંદી, તારાપુર અને રાંદેસણ જેવા વિસ્તારોમાં કરોડોની એન.એ. જમીનો તથા વાણિજ્યિક મિલકતો છે. મનપાના 5 કરોડપતિ ઉમેદવારની A To Z વિગત ગ્રાફિકથી જુઓ આ પણ વાંચો મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓમાંથી 20 મંત્રીઓ પાસે 10 કરોડ કરતા ઓછી સંપત્તિ આ પહેલાના મંત્રીમંડળમાં 324 કરોડની સંપત્તિ સાથે બળવંતસિંહ રાજપૂત સૌથી વધુ શ્રીમંત મંત્રી હતી. નવા મંત્રીમંડળમાં તેઓને પડતા મૂકાતા તેઓનું સ્થાન રીવાબા જાડેજાએ લીધું છે. નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂતની બાદબાકી થતા નવા મંત્રીમંડળની સરેરાશ સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. આ પહેલાના મંત્રીમંડળની સરેરાશ સંપત્તિ 30 કરોડ હતી જે ઘટીને હવે 11 કરોડ થઈ ગઈ છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: અમદાવાદને મળ્યા માલદાર મેયર, 88 જગ્યાએ જમીન, 110 કરોડની સંપત્તિ
ભાજપના ઉમેદવાર જશવંત પટેલ પાસે 244 કરોડની સંપત્તિ:બિલ્ડર મહેશ ચૌધરી પાસે 97 તોલા સોનુ'ને લક્ઝુરિયર્સ કારનો કાફલો, ગાંધીનગર મનપાના 5 ઉમેદવાર મંત્રીઓ કરતા પૈસાદાર
📅 Published: September 28, 2026 |
📂 Category: gujarati-news
