ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની સંગઠનાત્મક નિમણૂક જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ કિરીટભાઈ સોલંકી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ 21 હોદ્દેદારોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે 8ની નિમણૂક
અધિનભાઈ ગૌતમભાઈ સકસેના (બનાસકાંઠા), સુરેશચંદ્ર ચંદુલાલ મકવાણા (નવસારી), હિતેશભાઈ પુનમભાઈ મકવાણા (ગાંધીનગર શહેર), હંસાબેન જેઠાભાઈ પારધી (મોરબી), ભગવાનદાસ ધુમાભાઈ પરમાર (સાબરકાંઠા), યોગેશભાઈ હરીહર બુદ્ધ (અરવલ્લી), પ્રવિણભાઈ મધાભાઈ પરમાર (બનાસકાંઠા) અને સંજયભાઈ બધાભાઈ મકવાણા (જામનગર શહેર)ની નિમણૂક કરાઈ છે. પ્રદેશ મહામંત્રી તરીકે 3 નેતાઓ
વંદનાબેન મનસુખભાઈ મકવાણા (જુનાગઢ જિલ્લો), વિક્રમભાઈ અનિલભાઈ તસસાડિયા (તાપી) અને વિનોદભાઈ રણછોડભાઈ સોલંકી (વડોદરા જિલ્લો)ને પ્રદેશ મહામંત્રી બનાવાયા છે. પ્રદેશ મંત્રી તરીકે 7ની જવાબદારી
ભરતભાઈ ધુલાભાઈ શ્રીમાળી (દાહોદ), મહેશભાઈ કેશુભાઈ મકવાણા (સુરેન્દ્રનગર), દિપિકાબેન પ્રેમજીભાઈ ચાવડા (સુરત શહેર), વિજયભાઈ કે. સોલંકી (કર્ણાવતી), મનોજભાઈ કલાભાઈ પરમાર (જામનગર જિલ્લો), દાનજીભાઈ મુળજીભાઈ ચાવડા (બોટાદ), કનુભાઈ હીરાભાઈ પ્રણામી (અરવલ્લી) અને ઇન્ગીતભાઈ મનુભાઈ ચૌહાણ (મહીસાગર)નો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે દિપકકુમાર કાંતિલાલ રાઠોડ (અમદાવાદ જિલ્લો) અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે કરણભાઈ હેમંતભાઈ પ્રિયદર્શી (કર્ણાવતી) ની નિમણૂક કરવામાં આવી છે. ભાજપે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને અનુસૂચિત જાતિ મોરચાની કામગીરીને વેગ આપવા માટે આ નિમણૂકો કરી હોવાનું માનવામાં આવે છે.
ભાજપે અનુસૂચિત જાતિ મોરચાની નવી ટીમ જાહેર કરી:21 હોદ્દેદારોની નિમણૂક, પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દાઓ પર જવાબદારી સોંપાઈ
📅 Published: September 14, 2026 |
📂 Category: gujarati-news
