ભાવનગર ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ૨૫ ઈ-બસના લોકાર્પણ અને સાતમ-આઠમના લોકમેળા જેવા મહત્વના કાર્યક્રમોમાં આમંત્રણ ન મળતા પૂર્વ મેયર ભરત બારડે સંગઠનના પદાધિકારીઓ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પાર્ટી માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા વરિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. સ્થાનિક સંગઠન પરાણે સ્ટેજ પર બેસાડતું હોય તેવો અનુભવ
ભરત બારડે જણાવ્યું કે શહેર માટે ૨૫ ઈ-બસો લાવવામાં તેમનો મહત્વનો ફાળો હોવા છતાં લોકાર્પણમાં તેમને બોલાવવામાં આવ્યા નહોતા. લોકમેળાનું પણ આમંત્રણ કાર્ડ ન અપાતાં તેમણે સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે, પરંતુ સ્થાનિક સંગઠન તેમને પરાણે સ્ટેજ પર બેસાડતું હોય તેવો અનુભવ કરાવી રહ્યું છે. પાર્ટી માટે સહેલા દુઃખ અને વરિષ્ઠોના સન્માનની માગ
પોતાનો ભૂતકાળ યાદ કરતાં પૂર્વ મેયર ઉમેર્યું કે ૧૯૯૦ના દશકમાં પાર્ટી માટે અનેક માર ખાધા છે જેના નિશાન આજે પણ શરીરે છે. ૨૦૦૧ના કોમી રમખાણોમાં પોતાની સગ્ગી બહેનના અવસાન સમયે પણ તેમણે કાર્યકર્તા તરીકે ફરજ બજાવી હતી. સરકારે અને સંગઠને યુવાનોને આગળ કરવાની નીતિ અપનાવી તે યોગ્ય છે, પરંતુ ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને જિંદગી ખપાવી દેનારા વરિષ્ઠ કાર્યકર્તાઓને ભૂલવા ન જોઈએ.
'ભાજપે ભુલવું ન જોઈએ કે અમે માર પણ ખાધો છે':'યુવાનોને આગળ લાવવા વડીલોને ન ભૂલવા જોઈએ'; પક્ષ દ્વારા અવગણના થતાં પૂર્વ મેયર ફરી નારાજ
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
