ભારતમાંથી અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ:વીડિયોમાં ઉમેદવારના વખાણ, મુંબઈમાં બેઠેલા વ્યક્તિને દરેક પોસ્ટના 15 ડોલર મળ્યા

📅 Published: October 20, 2026 | 📂 Category: International

અમેરિકામાં ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે ભારતમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો ફેલાવવામાં આવ્યા હતા. આ વીડિયોમાં સામાન્ય લોકો રસ્તાઓ પર ઊભા રહીને એક ઉમેદવારના વખાણ કરતા અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા જોવા મળતા હતા. વીડિયો એવી રીતે બનાવવામાં આવ્યા હતા, જાણે લોકો પોતાની મરજીથી ઉમેદવારનું સમર્થન કરી રહ્યા હોય. પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તેમને પૈસા આપવામાં આવતા હતા. મુંબઈમાં રહેતો આયુષ જૈન દરેક પોસ્ટ બદલ લગભગ 15 ડૉલર (1400 રૂપિયા) કમાઈ રહ્યો હતો. ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નજર રાખતા બે રિસર્ચ ગ્રુપ્સના જણાવ્યા મુજબ, આ વીડિયો પોસ્ટ કરનારા મોટાભાગના અકાઉન્ટ્સ ભારતમાંથી ચલાવવામાં આવી રહ્યા હતા. ડેમોક્રેટ ઉમેદવારના સમર્થનમાં 36 વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા આ મામલો અમેરિકાના મિશિગન રાજ્યમાં સેનેટની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી પહેલાંનો છે. સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 36 વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેને લાખો વખત જોવામાં આવ્યા. એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં મોટાભાગે સાંસદ હેલી સ્ટીવન્સના વખાણ કરવામાં આવ્યા હતા. તેમાં લોકો મોંઘવારી અને રોજગાર-રોજી-રોટી જેવા મુદ્દાઓ પર વાત કરતાં સ્ટીવન્સનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. જોકે, વીડિયો બનાવનારાઓની ઓળખ સામે આવી નથી અને એ પણ સ્પષ્ટ નથી કે તેમના પાછળ નાણાં કોણે લગાવ્યાં હતાં. અહેવાલ મુજબ, આ અભિયાન કોઈ એવા રાજકીય જૂથ સાથે જોડાયેલું હોઈ શકે છે, જે સટીવન્સને તેમના પ્રતિસ્પર્ધી ડૉ. અબ્દુલ અલ-સૈયદ સામે જીતાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ આ વીડિયો ફેલાવવામાં સટીવન્સના ચૂંટણી અભિયાન અથવા તેમના સમર્થક જૂથોનો હાથ હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. 4 ઑગસ્ટે યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં અલ-સૈયદે જીત મેળવી હતી. દર 1000 વ્યૂઝ પર 1થી 5 ડૉલર મળતા હતા પેન્સિલવેનિયાની કંપનીએ આયુષને કામ પર રાખ્યો હતો અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યની ‘લ્યુમિના ક્લિપર્સ’ નામની એક કંપનીએ આયુષ જૈનને નોકરી પર રાખ્યો હતો. આ કંપની સોશિયલ મીડિયા પર બોટ અકાઉન્ટ્સ દ્વારા પોસ્ટની પહોંચ વધારવાનું કામ કરે છે. બોટ એવા અકાઉન્ટ્સ હોય છે, જેનો ઉપયોગ મોટી સંખ્યામાં પોસ્ટ્સ અને માહિતી ફેલાવવા માટે કરી શકાય છે. આ કંપનીનો ફોન નંબર UAEનો છે અને તેને પોર્ટુગલમાં રહેતા આયર્લેન્ડના નાગરિક રાઈસ મેકે ચલાવે છે. મેકેએ સ્વીકાર્યું કે તેમની કંપનીએ મિશિગનના આ વીડિયો ફેલાવવામાં ભૂમિકા ભજવી હતી. આ માટે આયુષ જૈન અને તેમના જેવા ડઝનેક અન્ય લોકોને કામે રાખવામાં આવ્યા હતા. જોકે, તેમણે એ જણાવવાનો ઇનકાર કર્યો કે તેમને આ કામ કોણે સોંપ્યું હતું અને તેના માટે કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા. 28 અકાઉન્ટે પૈસા લઈને વીડિયો ફેલાવ્યા આ અભિયાનની સૌપ્રથમ જાણકારી ‘એન્ટિબોટ4નવાલની’ નામના ગ્રુપે મેળવી હતી. ગ્રુપે એક્સ પર એવા 28 અકાઉન્ટની ઓળખ કરી હતી, જે પૈસા લઈને વીડિયો પોસ્ટ કરી રહ્યાં હતાં. આ પોસ્ટને 70 લાખથી વધુ વખત જોવામાં આવી હતી. ત્યારબાદ ક્લેમસન યુનિવર્સિટીના રિસર્ચર્સે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર પણ આવા અકાઉન્ટ શોધી કાઢ્યાં. આમાંથી કેટલાક અકાઉન્ટ અગાઉ ચીન સાથે જોડાયેલા બોટ નેટવર્ક દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનોમાં પણ સામે આવી ચૂક્યાં હતાં. રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, આ અકાઉન્ટ્સ સામાન્ય રીતે કાર્ટૂન અને મનોરંજન સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરતા હતા, પરંતુ ચૂંટણી દરમિયાન અચાનક રાજકીય વીડિયો ફેલાવવા લાગ્યા. ડેમોક્રેટિક પાર્ટીના સેનેટ ઉમેદવારની ચૂંટણી બાદ પણ આ અકાઉન્ટ્સ પરથી રાજકીય પોસ્ટ્સ ચાલુ રહી. તેમાં કેલિફોર્નિયામાં ગવર્નર પદના રિપબ્લિકન ઉમેદવાર સ્ટીવ હિલ્ટનના સમર્થનમાં કરવામાં આવેલી પોસ્ટ્સ પણ સામેલ હતી. ————————–


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *