ભારત-જાપાન T20 મેચ: ભારત અને જાપાન વચ્ચેની મેચ ક્યાં Live જોઈ શકાશે? જાણો સંપૂર્ણ વિગતો

📅 Published: September 8, 2026 | 📂 Category: cricket

ઈતિહાસમાં પહેલીવાર ભારત અને જાપાન વચ્ચે T20 મેચ યોજાશે. હવે આ મેચને લઈને તડામાર તૈયારી શરુ થઇ ગઈ છે. આ મેચનું Live પ્રસારણ ક્રિકેટ ચાહકો ટીવી અને મોબાઇલ પર જોઈ શકશે. મેચના મીડિયા રાઈટ્સને લઈને ઘણી કંપનીઓ મેદાનમાં છે. ડીજીટલ રાઈટ્સ કોને મળશે તેનો નિર્ણય થઇ ચૂક્યો છે. પરંતુ ટીવી રાઈટ્સને લઈને જહું સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  

ફેનકોડ એપ પર મેચ જોઈ શકાશે

સુત્રોના જણાવ્યા અનુસાર ફેનકોડ એપ ડિજિટલ રાઇટ્સ પોતાના નામે કરવામાં સફળ રહી છે. એટલે કે જો તમે મોબાઇલ અને સ્માર્ટ ટીવી પર મેચનો લાઇવ આનંદ માણવા માગતા હોવ તો આ જ એપ પર જવું પડશે. બીજી તરફ, જો ટીવી રાઇટ્સની વાત કરીએ તો તેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે, આ રાઇટ્સ મેળવવા માટે કેટલીક મોટી ટીવી ચેનલો વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે, જેના પર ટૂંક સમયમાં જ આખરી નિર્ણય લેવામાં આવી શકે છે.

રાઇટ્સ માટે ત્રણ મોટા દાવદારો મેદાનમાં

આ પહેલા ટીવી રાઇટ્સ માટે ત્રણ મોટા દાવદારો મેદાનમાં હતા. જેમાં સ્ટાર અને સોની જેવી મોટી કંપનીના નામ પણ સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડિજિટલ રાઇટ્સની જેમ ટીવી રાઇટ્સની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.વચ્ચે મેચ માટે પણ હવે ઝાઝો સમય બાકી રહ્યો નથી. આ મેચ 22 સપ્ટેમ્બરે તોચિગી પ્રાંતના સાનો ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે લગભગ 9:30 વાગ્યે શરૂ થશે. ભારતીય દર્શકો લાંબા સમય પછી સવારના સમયે કોઈ T20 મેચ જોઈ શકશે. સામાન્ય રીતે મોટાભાગની મેચો સાંજે રમાતી હોય છે, પરંતુ આ મેચના સમયમાં ફેરફાર કરાયો છે. 

મોટી કંપનીઓ રેસમાં સામેલ  

આ મેચના પ્રોડક્શન, બ્રોડકાસ્ટ ફીડ અને કમર્શિયલ રાઈટ્સ ITW પાસે રહેલા છે. તેણે જ વિશ્વભરમાં આ મેચના પ્રસારણ અને સ્ટ્રીમિંગના અધિકારો આપ્યા છે. ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ આ ઐતિહાસિક મેચના લાઈવ ટેલિકાસ્ટને લઈને ભારે ઉત્સાહ છે અને તેને ખરીદવા માટે વૈશ્વિક સ્તરે અનેક મોટી સ્પોન્સર્સ અને બ્રોડકાસ્ટિંગ કંપનીઓ રેસમાં સામેલ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *