ભાવનગરમાં લોકમેળાની ધૂમ:​'સુનામી' અને 'મિક્સચર' રાઇડ ભાવનગરમાં પહેલીવાર, બાળકોથી લઈ મોટાઓ માટે વિશેષ આયોજન

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

ફ્રી એન્ટ્રી સાથે આકર્ષક રાઇડ્સ અને કડક સુરક્ષા વ્યવસ્થા છેલ્લા 44 વર્ષથી મેળાના ધંધા સાથે સંકળાયેલા અને ભાવનગરમાં વિતેલા 12 વર્ષથી લોકમેળાની પરંપરા શરૂ કરનાર અરવિંદભાઈ સોની દ્વારા આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળો યોજાયો છે, જેનાથી બાળકો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાઇનાથી લાવેલી નવીન રાઇડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર આ અંગે મેળાના આયોજક અરવિંદ સોનીએ જણાવ્યું હતું કે, મેળામાં આવતા મુલાકાતીઓ માટે આ વર્ષે ખાસ રાઇડ્સ લાવવામાં આવી છે જેમાં ચાઇનાથી ખાસ મંગાવવામાં આવેલી ‘સુનામી’ અને ‘મિક્સચર’ રાઇડ, આ ઉપરાંત ભાવનગરમાં પ્રથમ વખત ત્રણ મોટી સાઇઝની ‘કોલંબસ’, ‘બ્રેકડાન્સ’, ‘જાયન્ટ વ્હીલ’, ‘સુપર સુપર’ અને ‘ડ્રેગન ટ્રેન’, નાના બાળકો માટે બોટ, નાની કોલંબસ, મિની ટ્રેન અને જમ્પિંગ રાઇડ્સ., આ લોકમેળો સરકારની જરૂરી તમામ પરમિશન સાથે ભાદરવી અમાસ પછી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે.. લોકો અહીંથી ખુશ થઈને જાય તેવા તમામ પ્રયાસો સાતમ, આઠમ અને નોમના તહેવારો દરમ્યાન મુલાકાતીઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ માટે 40 પર્સનલ સિક્યુરિટી ગાર્ડ, 10 કમાન્ડો અને ખાસ લેડીઝ કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે, આયોજક અરવિંદભાઈ સોનીએ જણાવ્યું હતું કે, લોકો અહીંથી ખુશ થઈને જાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આ પરંપરા વધુ ઉત્સાહપૂર્વક આગળ ધપાવવાની ઈચ્છા છે..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *