ભાવનગરમાં ABVP દ્વારા CJP અને NSUI સામે વિરોધ પ્રદર્શન:શામળદાસ કોલેજ પાસે રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટ્સ કોલેજ ગેટ પાસે CJP, કોંગ્રેસ અને NSUI વિરુદ્ધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી..
આ કાર્યક્રમ દરમિયાન ABVPના કાર્યકરો દ્વારા CJP, કોંગ્રેસ અને NSUI વિરોધી પોસ્ટરો દર્શાવીને જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. વાહનવ્યવહાર ખોરવાતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સ્થળ પર પહોંચીને વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત કરી હતી., આ વિરોધ પ્રદર્શન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો, સક્રિય કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે એબીવીપીના ભાવનગર નગર મંત્રી ધર્મરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, CJP અને NSUI દેશમાં બંધારણથી વિરુદ્ધ જઈ રહ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટ અને દેશની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવીને આઘાત પહોંચાડી રહ્યા છે, જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે આ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *