ભાવનગર જિલ્લા પોલીસ વડાએ મહુવાના PSIને સસ્પેન્ડ કર્યા:બુટલેગર પાસે નાણાંની માંગણી કર્યાનો ઓડિયો વાઈરલ થતાં કાર્યવાહી

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.એમ. પરમારનો દેશી દારૂના બુટલેગર સાથે નાણાકીય માંગણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પીએસઆઈ સામેની ખાતાકીય તપાસના અંતે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSIનો ઓડિયો વાઈરલ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ
વાઇરલ ઓડિયો ક્લિપમાં પીએસઆઈ પરમાર મહુવાના લાલા નામના બુટલેગર પાસે દારૂના હપ્તાના પૈસાની ઉઘરાણી કરતા સાંભળવા મળ્યા હતા. જેમાં તેઓ બુટલેગરને ધમકાવતા હતા કે, “આપવાના છે કે નહીં, હા અગર ના… મને કામગીરી કરવી ફાવે છે, ભીખ માંગવી ગમતી નથી.” આ ઓડિયો વાઇરલ થતાં જ ભાવનગર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા પોલીસ વડાએ PSIને સસ્પેન્ડ કર્યા
પોલીસ અધિકારી દ્વારા જ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સ પાસે નાણાંની માંગણી કરવામાં આવતાં વિભાગની છબી ખરડાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવી પીએસઆઈ સામે સસ્પેન્શનનો આદેશ કરીને ખાતાકીય પગલાં ભર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *