ભાવનગર લઠ્ઠાકાંડમાં 9ના મોત, અસરગ્રસ્તો વધીને 61:એક દર્દી વેન્ટિલેટર પર અને ચારની હાલત ગંભીર, વધુ પાંચ લોકો હોસ્પિટલમાં દાખલ થયા

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 થઈ ગયો છે. જેમાં એકનું શંકાસ્પદ મોત છે. ભાવનગરજિલ્લા કલેકટરે આજે 21 ઑગસ્ટ સવારે 3 વાગ્યા સુધીમાં અસરગ્રસ્તોના આંકડા જાહેર કર્યા છે. જેમાં નકલી દારૂના સેવનથી કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાં 8 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. 1 દર્દી વેન્ટિલેટર પર અને 4 દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો હાલમાં 25 દર્દી સારવાર હેઠળ છે. જેમાં 15 દર્દીની તબિયત સ્થિર છે. વધુ 5 અસરગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થયા
લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે ગઈકાલે 20 ઑગસ્ટે વધુ 5 અસરગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીમાં 10 દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે 18 લોકો હોસ્પિટલમાં આવી ડોક્ટરની સલાહ લીધા બાદ પરત ફર્યાં હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *