ભાસ્કર એક્સક્લુઝિવ:આજવાના 62 નહિ હવે 20 દરવાજા

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

શહેરના પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં મોટો સુધારો કરાઈ રહ્યો છે. 2024ના પૂર બાદ સરોવરને 206 ફૂટ સુધી ઝડપથી ખાલી કરી શકાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા જૂના 62 દરવાજા નજીક 45 કરોડના ખર્ચે નવા 20 આધુનિક દરવાજા બનાવાઈ રહ્યા છે. જે બન્યા બાદ જૂના 62 દરવાજા કાઢી નખાશે. ડિસેમ્બર-2025થી શરૂ થયેલું કામ 50 ટકા જેટલું કામ પૂરું થયું છે, જેમાં 10 પિલર તૈયાર થયા છે. નવા ગેટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા માઈલ્ડ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા જરૂર મુજબ ખૂલી અને બંધ થઈ શકશે. સિંચાઇના કાર્યપાલક ઇજનેર રાહુલ ચૌહાણે કહ્યું કે, બીએન નવલાવાલાની કમિટીના સૂચન મુજબ કામ હાથ પર લીધું છે. આ દરવાજાની ઉપરથી વાહન માટે રોડ પણ બનાવાશે. નવા દરવાજા કેવી રીતે કામ કરશે? 1 જૂની સિસ્ટમની મર્યાદા : 62 દરવાજા ખોલવા-બંધ કરવા ચોક્કસ મિકેનિઝમ ન હતું. જેથી પાણી 211 ફૂટથી વધુ ખાલી કરવું હોય તો થઈ શકતું ન હતું. 2 નવી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ : 20 નવા દરવાજા પર અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. 3 ડ્યુઅલ ઈલેક્ટ્રોનિક યુનિટ: દરેક દરવાજા પર 2 ઈલેક્ટ્રોનિક યુનિટ લગાવાશે. 4 સરળ સંચાલન: આ યુનિટ્સની મદદથી દરેક ગેટને જરૂર મુજબ સરળતાથી ખોલી અને બંધ કરી શકાશે, જેથી પૂર સમયે પાણીનું સ્તર ઝડપથી નિયંત્રિત કરી શકાશે. દરવાજા બનાવવાથી પાણી આવતાં પૂર્વે સરોવરનું પાણી ખાલી કરી શકાશે ઈતિહાસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *