ભાસ્કર એક્સક્લુઝિવ:શહેરમાં 7884 હોસ્પિટલ, ક્લિનિક જ રજિસ્ટર્ડ: બીયુ, સ્ટાફના અભાવે 3040 સંસ્થાએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

દર્દીઓની સલામતી માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (સીઈએ) હેઠળ આરોગ્ય સંસ્થાઓની નોંધણી ફરજિયાત છે, પરંતુ અમદાવાદ જિલ્લામાં 14 ઓક્ટોબર 2026 સુધીમાં 10924ના અંદાજિત લક્ષ્યાંક સામે 7884 હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ જ રજિસ્ટર્ડ છે. એટલે કે 3040 આરોગ્ય સંસ્થાઓ નર્સિંગ સ્ટાફ અને બીયુ પરમિશનને લગતા નિયમો અનુસરવામાં નિષ્ફળ જતાં રજિસ્ટ્રેશન કરાવી શકી નથી. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, એક જ સંસ્થાની પ્રોવિઝનલ-પરમેનન્ટ નોંધણી, રિન્યુઅલ અને અલગ પદ્ધતિઓની નોંધણી, ફાયર એનઓસી, બીયુ પરમિશન અને સ્ટાફના માપદંડો પણ પડકારરૂપ બન્યા છે. આ એક્ટ હેઠળ બાકી રહેલી સંસ્થાઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટર (ઇન્ચાર્જ) ડો. હિતેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, જે 7884ની નોંધણી થઈ છે, તેમાં 3174 હોસ્પિટલ અને 3653 ક્લિનિકનો સમાવેશ થાય છે. ઉપરાંત 370 કન્સલ્ટિંગ રૂમ, 372 લેબોરેટરી, 182 એક્સ-રે, ઇમેજિંગ સેન્ટર, 114 પોલિક્લિનિક અને 19 બ્લડ બેન્કની નોંધણી થઈ છે. નોંધણીમાં વિલંબનાં કારણો સારી આરોગ્ય સુવિધા, બિલિંગમાં પારદર્શિતા, નકલી- ગેરકાયદે ડોક્ટરો પર રોક માટે આ રજિસ્ટ્રેશન જરૂરી રજિસ્ટ્રેશન નહિ કરાવી શકનારી સંસ્થાઓમાં મોટા ભાગની પૂર્વની છે
એસોસિયેશન સાથે સંકળાયેલી હોસ્પિટલો, ક્લિનિક્સ અને નર્સિંગ હોમ્સે નોંધણી કરાવી છે. જોકે ઘણી સંસ્થાઓ બીયુ પરમિશન, નર્સિંગ સ્ટાફ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓને કારણે નોંધણી કરાવી શકી નથી. આવી મોટા ભાગની આરોગ્ય સંસ્થાઓ પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં આવેલી છે. > ડો. ભરત ગઢવી, પ્રમુખ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *