‘મમ્મી, આ જો મને નીખીલે છરી મારી દીધી’:બહેરામપુરામાં યુવકના જન્મદિવસે જ મિત્રએ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના બહેરામપુરામાં જન્મદિવસની ઉજવણી માટે મિત્રો સાથે ગયેલા યુવકને તેના જ મિત્રએ છરીનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવક લોહીલુહાણ હાલતમાં ઘરે આવીને માતાને કહ્યું કે આ જો મને મિત્રે છરી મારી દીધી તેમ કહ્યું હતું. બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવકની માતાએ શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ‘મમ્મી, આ જો મને નીખીલે છરી મારી દીધી’
બહેરામપુરાના લાલબહાદુર શાસ્ત્રીનગર ખાતે રહેતી ગીતા વાણીયાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નીખિલ ઉર્ફે ગોગો પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગઈકાલે તેના પુત્ર કૃણાલનો જન્મદિવસ હોવાથી તે બપોરે મિત્રો સાથે પાર્ટી સેલિબ્રેશન કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન સાંજે કૃણાલ લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો હતો. દીકરાની આવી હાલત જોઈ માતા ગભરાઈ ગઈ હતી અને તેને શું થયું તે અંગે પૂછ્યું હતું. ત્યારે કૃણાલે માતાને કહ્યું હતું કે, ‘મમ્મી, આ જો મને નીખીલે છરી મારી દીધી.’ જેથી પરિવારજનોએ તાત્કાલિક કૃણાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બંને વચ્ચે કયા કારણોસર વિવાદ થયો?
પોલીસની પ્રાથમિક તપાસમાં નીખિલ અને કૃણાલ બંને મિત્રો હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે કયા કારણોસર વિવાદ થયો અને નીખિલે છરી વડે હુમલો શા માટે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જન્મદિવસની પાર્ટી દરમિયાન કોઈ બોલાચાલી કે જૂની અદાવત હતી કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *