શહેરમાં જર્જરિત ડ્રેનેજ લાઈનોના કારણે રોડ બેસી જવાની સમસ્યા યથાવત્ રહી છે, ત્યારે પાલડી વોર્ડમાં સોનિયા ફ્લેટ પાસે રસ્તા પર અચાનક મોટો ભૂવો પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફ્લેટના મુખ્ય પ્રવેશદ્વાર નજીક જ રસ્તો ધસી પડતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માત અને જાનહાનિનું મોટું જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં જ પાલડી વોર્ડના સ્થાનિક કોર્પોરેટર ક્રિમી ગાંધીએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મ્યુનિસિપલ ઇજનેરોને બોલાવી સમારકામ શરૂ કરાવ્યું હતું. ડ્રેનેજ પાઇપલાઇનની કામગીરી દરમિયાન રોડ બેસી ગયો
પાલડી વિસ્તારમાં આવેલા આલોક ફ્લેટ નજીક ભૂગર્ભ ડ્રેનેજ પાઇપલાઇન બદલવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જમીન ધસી પડતાં માર્ગ પર મોટો ખાડો પડી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોર્પોરેટરે પશ્ચિમ ઝોનના અધિકારીઓને બોલાવી તાત્કાલિક બેરિકેડિંગ કરાવી રસ્તો બ્લોક કરાવ્યો હતો. સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અડચણ ન પડે તે માટે જાતે સ્થળ પર હાજર રહીને ભૂવો પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તંત્રને તાકીદ કરી હતી. મણિનગરમાં ઉત્તમનગર ગાર્ડન પાસે પીવાના પાણીની લાઇન લીક
બીજી તરફ, મણિનગર વોર્ડમાં ઉત્તમનગર ગાર્ડન પાસે વહેલી સવારે શુદ્ધ પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાયું હતું. સવારના સમયે ગાર્ડનમાં મોર્નિંગ વોક અને કસરત કરવા આવેલા સ્થાનિક નાગરિકો તેમજ દોડવીરોને રસ્તા પર ફરી વળેલા જળબંબાકારના કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી. આ લીકેજના કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહીને સીધું ગટરમાં વેડફાઈ ગયું હતું. પીવાનું પાણી વેડફાતાં સ્થાનિકોમાં આક્રોશ
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વહેલી સવારથી પાણીનો ભારે બગાડ થઈ રહ્યો હોવાની જાણ તાત્કાલિક સંબંધિત વોટર સપ્લાય વિભાગને કરવામાં આવી હતી. તેમ છતાં કલાકો સુધી મણિનગર વોર્ડના પાણી ખાતાના કોઈ પણ જવાબદાર અધિકારી કે ટેકનિકલ કર્મચારી સ્થળ પર લીકેજ રિપેર કરવા પહોંચ્યા નહોતા. એક તરફ ઉનાળામાં પાણીની તંગી સર્જાતી હોય છે ત્યારે તંત્રની આવી ઘોર બેદરકારીને લીધે કિંમતી પીવાનું પાણી વેડફાતાં સ્થાનિકોમાં પાલિકા સામે સખત આક્રોશ ફેલાયો છે.
મસમોટો ભુવો રોડ બંધ કરવો પડ્યો:પાલડીમાં સોનિયા ફ્લેટ પાસે ભૂવો પડતા બ્લોક કરી માટી પુરાણ કરાયું, મણિનગરમાં પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
