'મસ્ક્યુલર બોડી'ની ઘેલછામાં ફર્ટિલિટી ન ગુમાવી દેતા!:યુવાનોમાં વધ્યો સ્ટેરૉઇડ્સ લેવાનો ટ્રેન્ડ, ડૉક્ટરે આપી ગંભીર આડઅસરોની ચેતવણી

📅 Published: September 20, 2026 | 📂 Category: Lifestyle

આ દિવસોમાં મસ્ક્યુલર બોડી બનાવવાનો શોર્ટકટ યુવાનોના સ્વાસ્થ્ય પર ભારે પડી રહ્યો છે. ઘણા યુવાનો ઝડપથી મસલ્સ વધારવા માટે સ્ટેરૉઇડ્સનાં ઇન્જેક્શન લઈ રહ્યા છે. તેનાથી શરીરની બનાવટ તો બદલાઈ જાય છે, પરંતુ હોર્મોનલ સંતુલન ખોરવાઈ જાય છે. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી અથવા ખોટી રીતે સ્ટેરૉઇડ્સ લેવાથી ગાઇનેકોમાસ્ટિયા (પુરુષોમાં બ્રેસ્ટ ટિશ્યૂ વધવું), ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવું, વાળ ખરવા અને ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તાજેતરમાં ઇન્દોરમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા, જ્યાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સર્જરી પણ કરાવવી પડી. ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ મુજબ, માત્ર ઇન્દોરના ડૉક્ટર્સ પાસે જ દર મહિને આવા આશરે 10 કેસ આવી રહ્યા છે. મોટા ભાગના દર્દીઓ 18થી 22 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ છે, જેઓ મસ્ક્યુલર બોડી અને સારો લુક મેળવવા માટે સ્ટેરૉઇડ્સ લે છે. તેમને તેનાથી સંકળાયેલા ગંભીર સ્વાસ્થ્ય જોખમોનો અંદાજ પણ હોતો નથી. આવી સ્થિતિમાં સ્ટેરૉઇડ્સના જોખમને સમજવું જરૂરી છે. તેથી આજે ‘કામના સમાચાર’માં સ્ટેરૉઇડ્સ વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અર્ચના જુનેજા, કન્સલ્ટન્ટ, એન્ડોક્રોનોલોજિસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈ પ્રશ્ન- સ્ટેરૉઇડ શું છે? જવાબ- સ્ટેરૉઇડ્સ એવા રસાયણો (કેમિકલ્સ) હોય છે, જેને શરીર કુદરતી રીતે બનાવે છે. તેઓ શરીરમાં હોર્મોનની જેમ કામ કરે છે અને ઘણી જરૂરી પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. તેઓ તણાવનો સામનો કરવામાં, સોજો ઘટાડવામાં, મેટાબોલિઝમને સંતુલિત કરવામાં અને પ્રજનન જેવી જરૂરી કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોએ સ્ટેરૉઇડ્સના કૃત્રિમ સ્વરૂપો પણ વિકસાવ્યા છે. ડૉક્ટરો તેનો ઉપયોગ અલગ-અલગ બીમારીઓ અને તબીબી જરૂરિયાતોમાં કરે છે. પ્રશ્ન- સ્ટેરૉઇડ્સ કેટલા પ્રકારના હોય છે? જવાબ- કામ અને ઉપયોગના આધારે તેમને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. સામાન્ય રીતે સ્ટેરૉઇડ બે પ્રકારના હોય છે. કોર્ટિકોસ્ટેરૉઇડ: તેનો ઉપયોગ સોજા, એલર્જી અને ઑટોઇમ્યુન બીમારીઓની સારવારમાં કરવામાં આવે છે. એનાબોલિક-એન્ડ્રોજેનિક સ્ટેરૉઇડ (AAS): આ ટેસ્ટોસ્ટેરોન (પુરુષ સેક્સ હોર્મોન) હોર્મોનની અસરની નકલ કરે છે. તેનો ઉપયોગ મસલ માસ અને સ્ટ્રેન્થ વધારવા ઉપરાંત કેટલીક ખાસ તબીબી પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. પરંતુ ડૉક્ટરની સલાહ વિના લેવાથી ગંભીર આડઅસરો થઈ શકે છે. પ્રશ્ન- ડૉક્ટર કઈ પરિસ્થિતિઓમાં સ્ટેરૉઇડ્સ લેવાની સલાહ આપે છે? જવાબ- ડૉક્ટર જરૂરિયાત અને આરોગ્યની પરિસ્થિતિ અનુસાર સ્ટેરૉઇડ્સ લેવાની સલાહ આપે છે. ગ્રાફિકમાં તમામ આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓ જોઈએ- પ્રશ્ન- જિમમાં જતાં અને બોડી બનાવતાં યુવાનોમાં સ્ટેરૉઇડ્સ કેમ લોકપ્રિય થઈ રહ્યા છે? જવાબ- ઘણા યુવાનો ઓછા સમયમાં મસલ માસ વધારવા માંગે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ટ્રેન્ડ અને ફિટનેસ કન્ટેન્ટ તેમને સ્ટેરૉઇડ્સ તરફ આકર્ષી રહ્યા છે. તમામ મુખ્ય કારણો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- યુવાનોમાં સ્ટેરૉઇડ્સના ખોટા ઉપયોગથી કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે? જવાબ- આને ઇન્દોરના ત્રણ અલગ-અલગ કેસોથી સમજીએ- પહેલો કેસ બીજો કેસ ત્રીજો કેસ પ્રશ્ન- શું સ્ટેરૉઇડ્સના નુકસાન અંગે કોઈ સંશોધન કે અભ્યાસ પણ થયો છે? જવાબ- હા, ‘નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન’માં વર્ષ 2017 અને 2021માં એનાબોલિક સ્ટેરૉઇડ્સની અસરો સાથે સંબંધિત બે અલગ-અલગ સિસ્ટમેટિક રિવ્યૂ પ્રકાશિત થયા હતા. તેમના અનુસાર, એનાબોલિક સ્ટેરૉઇડ્સના દુરુપયોગથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને અન્ય પ્રજનન હોર્મોન્સને અસર થાય છે. લાંબા ગાળે આના કારણે ગાઇનેકોમાસ્ટિયા અને પ્રજનનક્ષમતા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પ્રશ્ન- ડૉક્ટરની સલાહ વિના સ્ટેરૉઇડ્સ લેવાથી શું નુકસાન થાય છે? જવાબ- તેનાથી હોર્મોનલ સંતુલન બગડી શકે છે. તેની અસર પ્રજનનક્ષમતા, હૃદય, લિવર અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. ગ્રાફિકમાં તમામ સ્વાસ્થ્ય જોખમો જોઈએ- પ્રશ્ન- સ્ટેરૉઇડ્સ લેવાથી કોના માટે વધુ જોખમ રહે છે? જવાબ- ડૉક્ટરની સલાહ વિના એનાબોલિક સ્ટેરૉઇડ્સ લેવું કોઈ માટે પણ સુરક્ષિત નથી. જોકે કેટલાક લોકો માટે જોખમ વધારે હોય છે. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- સ્ટેરૉઇડ્સ લેવાથી મહિલાઓને કયા આરોગ્ય સંબંધિત જોખમો થઈ શકે છે? જવાબ- એનાબોલિક સ્ટેરૉઇડ્સના દુરુપયોગથી મહિલાઓમાં આ આરોગ્ય સંબંધિત જોખમો થઈ શકે છે- પ્રશ્ન- શું સ્ટેરૉઇડ્સની લત પણ લાગી શકે છે? જવાબ- હા, સ્ટેરૉઇડ્સના સતત અને ખોટા ઉપયોગથી કેટલાક લોકોમાં નિર્ભરતા થઈ શકે છે. ઘણા લોકો સ્નાયુઓ ઘટી જવાના અથવા પરફોર્મન્સમાં ઘટાડો થવાના ડરથી તેને છોડી શકતા નથી. સમય જતાં શરીર પણ બહારથી લેવામાં આવતા સ્ટેરૉઇડ્સનું વ્યસની બની શકે છે. તેથી ડૉક્ટરની સલાહ વિના તેને શરૂ કરવું અથવા અચાનક બંધ કરવું, બંને નુકસાનકારક હોઈ શકે છે. પ્રશ્ન- કુદરતી રીતે મસલ્સ બનાવવા માટે શું કરવું? જવાબ- યોગ્ય કસરત અને પૂરતા પ્રોટીન સાથે ધીમે-ધીમે મસલ્સ બનાવી શકાય છે. આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *