મસ્ક અમેરિકાના દરેક બાળકને સ્પેસએક્સનો શેર આપશે:દેશમાં 7.2 કરોડ બાળકો, વહેંચવામાં આવનારા શેરોનું મૂલ્ય ₹1 લાખ કરોડ

📅 Published: October 19, 2026 | 📂 Category: International

દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ ઈલોન મસ્ક આવતા વર્ષે અમેરિકાના દરેક બાળકને તેમની રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સનો એક શેર ભેટ આપશે. મસ્કે 19 ઓક્ટોબરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરી હતી. જોકે કરોડો બાળકો સુધી આ શેર પહોંચાડવાની પ્રક્રિયા શું હશે? હાલમાં મસ્ક અથવા તેમની કંપની તરફથી તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અત્યારે સ્પેસએક્સના એક શેરની કિંમત 146 ડોલર એટલે કે આશરે 14 હજાર રૂપિયા જેટલી છે. અમેરિકામાં આશરે 7.2 કરોડ બાળકો છે. આવી સ્થિતિમાં વહેંચવામાં આવનાર શેરોની કિંમત 1 લાખ કરોડ રૂપિયા હશે. કયા બાળકો પાત્ર હશે, તે સ્પષ્ટ નથી મસ્કે પોતાની પોસ્ટમાં ‘અમેરિકાના દરેક બાળક’ની વાત કરી છે, પરંતુ આ અંગે અનેક ગૂંચવણો છે: વેચવા અથવા ટ્રાન્સફર કરવા અંગે સવાલ એક મોટો સવાલ એ પણ છે કે બાળકોના હાથમાં શેર કેવી રીતે પહોંચશે. શું શેર સીધો બાળકના નામે હશે, કે પછી બાળક મોટો ન થાય ત્યાં સુધી તે માતા-પિતાના ખાતામાં રહેશે? કંપનીએ એ પણ જણાવ્યું નથી કે બાળક અથવા તેમના પેરેન્ટ્સ આ શેરને જ્યારે ઇચ્છે ત્યારે વેચી શકશે કે નહીં, અથવા તેને કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરી શકાશે કે નહીં. એક શેરની કિંમત કેટલી હશે સ્પેસએક્સના એક શેરની કિંમત કેટલી હશે, તે તે સમયે કંપનીનું કુલ વેલ્યુએશન કેટલું આંકવામાં આવે છે અને બાળકોને કઈ કેટેગરીનો શેર આપવામાં આવે છે તેના આધારે નક્કી થશે. મસ્કે એ જણાવ્યું નથી કે આ કયા ક્લાસનો શેર હશે અને શું આ શેર મેળવનારા બાળકોને અન્ય શેરહોલ્ડર્સની જેમ વોટિંગ રાઇટ્સ (નિર્ણયોમાં મત આપવાનો અધિકાર) મળશે કે નહીં. સ્પેસએક્સમાં મસ્કના 6.42 અબજ શેર, કિંમત ₹72 લાખ કરોડ 30 જૂન 2026 સુધીની એક રેગુલેટરી ફાઇલિંગ મુજબ સ્પેસએક્સમાં મસ્કની કુલ હિસ્સેદારી 48.4% છે. અહેવાલના સમયે આ હિસ્સેદારીની કુલ કિંમત આશરે 860 બિલિયન ડૉલર એટલે કે લગભગ 80 લાખ કરોડ રૂપિયા હતી, જે તેમની કુલ નેટવર્થનો મોટો હિસ્સો છે. મસ્કે કહ્યું- હજુ વધુ જાહેરાતો કરશે મસ્કે પોતાની પોસ્ટમાં કહ્યું કે આ અનેક યોજનાઓમાંથી માત્ર પહેલી યોજના છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ આવનારા દિવસોમાં હજુ કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. જોકે, તેમની બાકીની યોજનાઓ શું છે અને તે અંગે તેઓ ક્યારે જણાવશે, તેનો કોઈ સમય જણાવ્યો નથી. સગીરોને શેર કેવી રીતે મળે છે? અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામે શેર રાખવા માટે ‘કસ્ટોડિયલ એકાઉન્ટ્સ’ ખોલવામાં આવે છે. બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી તેની સંપૂર્ણ જવાબદારી માતા-પિતા અથવા ગાર્ડિયન પાસે રહે છે. સ્પેસએકસ: રિયુઝેબલ રોકેટ દ્વારા સ્પેસ ક્ષેત્રમાં પરિવર્તન વર્ષ 2002માં એલોન મસ્કે સ્પેસ-એકસ કંપની બનાવી હતી. સ્પેસ-એકસે 31 મે 2020ના રોજ વિશ્વનું પ્રથમ પ્રાઈવેટ હ્યુમન મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન હેઠળ બે અંતરિક્ષયાત્રીઓ- રોબર્ટ બેહનકેન અને ડગ્લસ હર્લી અંતરિક્ષમાં ગયા હતા. મસ્કની કંપનીએ રિયુઝેબલ રોકેટ ટેક્નોલોજી વિકસાવીને સેટેલાઇટ લોન્ચિંગ અને અન્ય અંતરિક્ષ મિશનોને સસ્તાં બનાવ્યાં છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *