મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજ 20 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે મોરબી પધારશે. તેઓ 4 નવેમ્બર સુધી અહીં રોકાઈ ભક્તોને દર્શન અને આશીર્વાદ આપશે. મહોત્સવના મુખ્ય કાર્યક્રમો 23 ઓક્ટોબરે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-1’ અને સ્વાગત સમારોહથી શરૂ થશે. 24 ઓક્ટોબરે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-2’ અને ઠાકોરજીની શોભાયાત્રા નીકળશે. 25 ઓક્ટોબર, રવિવારે મુખ્ય પ્રતિષ્ઠા દિવસ છે. મહંતસ્વામી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે. સાંજે મંદિર લોકાર્પણ અને શરદ પૂર્ણિમા સભા યોજાશે. 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી દરરોજ પ્રાતઃપૂજા દર્શન, સાંજે સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. 2 નવેમ્બરે સાંજે વિરાટ મહિલા સંમેલન પણ યોજાશે. મહંતસ્વામી મહારાજ 4 નવેમ્બરે મોરબીથી વિદાય લેશે.
મહંતસ્વામી મહારાજ 20 ઓક્ટોબરે મોરબી આવશે:BAPS મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં 16 દિવસ રોકાઈ ભક્તોને દર્શન-આશીર્વાદ આપશે
📅 Published: October 18, 2026 |
📂 Category: gujarati-news
