મહીસાગર LCB એ ડિટવાસમાં 1521 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:બોલેરો પીકઅપમાંથી ચોરખાનામાં છુપાવેલો રૂ. 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત, એક પકડાયો

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

પોલીસ ના ઉપરી અધિકારીઓના માર્ગદર્શનમાં મહીસાગર જિલ્લામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ દરમિયાન LCB સ્ટાફના માણસો ડિટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ASI કૃષ્ણભાઈને બાતમી મળી હતી કે, એક મહેન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં પાછળના ભાગે ચોરખાનું બનાવીને વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજસ્થાનથી ઘાસવાડા તરફ જવાનો છે. આ બાતમીના આધારે LCB સ્ટાફના માણસો ડિટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના નાની ગોધર ચાર રસ્તા પાસે વાહન પર નજર રાખી રહ્યા હતા. બાતમી મુજબનું વાહન આવતા જ LCB સ્ટાફના માણસોએ રસ્તા પર વાહનો આડા ઉભા રાખી બોલેરો પીકઅપ વાહનને રોક્યું અને એક વ્યક્તિને પકડી પાડ્યો. બોલેરો પીકઅપ વાહનમાં પોલીસ દ્વારા તપાસ કરતા, વાહનની પાછળના ભાગે ચોરખાનું બનાવીને તેમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવેલી હતી. વાહનને પોલીસ બંદોબસ્ત સાથે ડિટવાસ પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1521 બોટલ મળી આવી. આ દારૂની કિંમત 3,67,980 રૂપિયા છે. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 10,72,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ડિટવાસ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીનું નામ કૃષ્ણકુમાર રૂપલાલ ડામોર છે. તે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના સુંદરા પોસ્ટ, રોબિયા ગામનો રહેવાસી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *