મહુડી ગામેથી સાડા પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો, વન વિભાગે દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખસેડ્યો

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

નવસારી તાલુકાના મહુડી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાનો આંતક હતો. ખેતરો અને વાડી વિસ્તારોમાં દીપડાની અવરજવરથી ખેડૂતો અને ગ્રામજનો ડરી ગયા હતા. રાત્રે ખેતરમાં જવું મુશ્કેલ બન્યું હતું. ગ્રામજનોએ આ અંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જને જાણ કરી હતી. જેથી વન વિભાગે તરત જ પાંજરૂ ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગે મહુડી ગામના યોગેશ પટેલના ઘર પાસેની વાડીમાં શિકાર સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. રાત્રે સાડા પાંચ વર્ષનો એક કદાવર નર દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. સવારે દીપડો પકડાયાની જાણ થતા ગ્રામજનો ભેગા થયા હતા. વન વિભાગની ટીમે તરત જ દીપડાનો કબજો લીધો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. વન વિભાગે દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખસેડ્યો છે. ત્યાં તેની તબીબી તપાસ થશે. સ્વસ્થ જણાતા તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *