મહેસાણાના GEB ગેટ પાસે બાઈકની ટ્રેક્ટર સાથે ટક્કર:ચાલક ઈજાગ્રસ્ત, ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા અકસ્માત

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણાના આનંદનગર સોસાયટીમાં રહેતા અને ચિરાગ પ્લાઝા સામે વેલકમ મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવતા 28 વર્ષીય અમાન જાકીરભાઈ ફઝલમહંમદ મેમણે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની જ બેદરકારીથી સર્જાયેલા અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી છે. બાઈક લઈને દરગાહ જવા નીકળ્યા હતા
અમાન મેમણે તાજેતરમાં 17 સપ્ટેમ્બરના રોજ પોતાના હિંમતનગરમાં રહેતા મિત્ર મહોમદ અઝીમ વોરા પાસેથી GJ-38-AH-6184 નંબરનું TVS નેટોર બાઈક ખરીદ્યું હતું, જે હજુ સુધી મિત્રના નામે જ બોલે છે. 25 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે નવ વાગ્યે આ બાઇક લઈને ઘરેથી હૈદરીચોક દરગાહ ખાતે ધાર્મિક કામ અર્થે ગયા હતા. ત્યાંથી કામ પતાવી સવા નવેક વાગ્યાના સુમારે પોતાની દુકાને જવા માટે નીકળ્યા હતા. અચાનક બ્રેક મારતા બાઈકની ટ્રેક્ટર સાથે ટક્કર
દરમિયાન મહેસાણા GEB ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાઈકની સ્પીડ વધારે હોવાના કારણે અમાનભાઈએ અચાનક બ્રેક મારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બાઇક ટ્રેક્ટરના આગળના ટાયર સાથે ધડાકાભેર અથડાયું હતું અને તેઓ નીચે પટકાતા જમણા હાથે, ડાબા હાથની કોણીએ તથા જમણા પગે છોલાઈ જવાથી ઈજાઓ પહોંચી હતી. ચાલક ઈજાગ્રસ્ત, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
અકસ્માત બાદ અમાનભાઈએ પિતાને જાણ કરતા તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત પુત્રને ખાનગી રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર બાદ ડોક્ટરે રજા આપી હતી. પોતે પૂરઝડપે બાઇક ચલાવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો હોવાનું જણાવાતા આ અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *