મહેસાણામાં રોડ પર કચરો ફેલાવતા કાર્યવાહી:કલામંદિર જ્વેલર્સના ઉદ્ઘાટન પ્રસંગે ગંદકી કરવા બદલ મનપાએ દસ હજારનો દંડ ફટકાર્યો

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણાના રાધનપુર રોડ પર નવા શરૂ થયેલા કલામંદિર જ્વેલરી સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્વેલર્સના સંચાલકો દ્વારા ઓપનિંગ પ્રસંગે જાહેર રોડ પર વરઘોડો અને ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેના કારણે રોડ પર આડેધડ કચરો ફેલાયો હતો. રોડ પર ઠેર-ઠેર રંગબેરંગી કાગળની પટ્ટીઓ અને કચરાના ઢગલા જોવા મળતાં મનપા તંત્ર લાલઘૂમ થયું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાધનપુર રોડ જેવા મુખ્ય માર્ગ પર ગંદકી અને કચરો ફેલાવવા બદલ મનપાએ કલામંદિર જ્વેલર્સ પાસેથી રૂ. 10,000ની પેનલ્ટી વસૂલીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જાહેરમાં કચરો ફેંકતા અન્ય વેપારીઓમાં ફફડાટ
જ્વેલરી શો-રૂમના ઓપનિંગના પહેલા જ દિવસે મનપા દ્વારા કરવામાં આવેલી આ દંડાત્મક કાર્યવાહીથી અન્ય વેપારીઓ અને સંચાલકોમાં પણ કડક સંદેશ ગયો છે. આ કાર્યવાહી બાદ મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ આયોજકો કે વેપારીઓ જાહેર રોડ-રસ્તા પર આ રીતે કચરો ન ફેલાવે અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સાથ-સહકાર આપે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *