વલસાડ તાલુકાના માંહ્યવંશી સમાજમાં એકતા, ભાઈચારો અને પારિવારિક ભાવના મજબૂત બને તેવા હેતુથી માંહ્યવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ તાલુકા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની મહિલાઓ, યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભા દર્શાવી
કાર્યક્રમ દરમિયાન ગરબા, આરતી શણગાર સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સ્પર્ધકોએ પોતાની કળા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. સમાજના તમામ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના પરિવારોને એક મંચ પર લાવવાનો પ્રયાસ
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજના સભ્યોને એક મંચ પર લાવી પરસ્પર ઓળખાણ વધારવાનો અને પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો હતો. સાથે જ નવી પેઢીમાં સામાજિક એકતા અને સહકારના સંસ્કારોનું સિંચન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવા સામાજિક આયોજનો થકી સમાજમાં એકતા, ભાઈચારો અને પારિવારિક ભાવના વધુ મજબૂત બને તેવી આશા આયોજક મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
માંહ્યવંશી સમાજની એકતા માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ:મહિલાઓ, યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રતિભા દર્શાવી
📅 Published: November 15, 2026 |
📂 Category: gujarati-news
