સુરત શહેરના ઉધના શ્રમિક વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની 11 અને 14 વર્ષની બે સગીર પુત્રીઓ પર પરિણીત મુકાદમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બંને સગીરાઓ મૂળ મહારાષ્ટ્રમાં રહીને અભ્યાસ કરે છે અને ગત મે મહિનામાં વેકેશન ગાળવા માટે સુરત ખાતે માતા પાસે આવી હતી. માતા જ્યારે રોજિંદા મજૂરી કામ માટે બહાર જતી ત્યારે 56 વર્ષીય મુકાદમ પિરીયા ઝાલુ વળવીએ બંધ મકાનમાં એકલતાનો લાભ ઉઠાવીને વારાફરતી બંને માસૂમ બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી બાળકીઓને ડરાવી રાખી
મુકાદમે બંને બાળકીઓ પર દુષ્કર્મ આચર્યા બાદ જો આ અંગે કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આરોપીના ભારે ડર અને દહેશતના કારણે માસૂમ બાળકીઓએ પોતાની માતાને પણ કશું જણાવ્યું ન હતું. વેકેશન પૂરું થતાં બંને બહેનો ભયભીત હાલતમાં કોઈને પણ જાણ કર્યા વિના પરત મહારાષ્ટ્ર સ્થિત પોતાની હોસ્ટેલ અને શાળાએ જતી રહી હતી, જ્યાં તેઓ સતત માનસિક અને શારીરિક આઘાતમાંથી પસાર થઈ રહી હતી. શાળામાં યોજાયેલા જાગૃતિ સત્રમાં બાળકીએ હિંમત કરી આપવીતી જણાવી
ગત 25 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રની શાળામાં વિદ્યાર્થિનીઓ માટે ગુડ ટચ અને બેડ ટચ અંગે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 11 વર્ષની નાની બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેણે હિંમત દાખવીને શાળાના મહિલા શિક્ષિકા સમક્ષ સુરતમાં બનેલી સમગ્ર આપવીતી રજૂ કરી હતી. શાળા તંત્ર દ્વારા તાત્કાલિક બાળકીની માતાને મહારાષ્ટ્ર બોલાવવામાં આવી હતી અને બંને બહેનોને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં મુકાદમનું કાળું કરતૂત સપાટી પર આવ્યું હતું. ઉધના પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી મુકાદમને જેલભેગો કર્ય
બનાવની ગંભીરતા સમજીને માતાએ સુરત પરત ફરી ઉધના પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મૂળ મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લાના મોગરાળી ગામના વતની અને હાલ ઉધના ખાતે રહેતા 56 વર્ષીય આરોપી મુકાદમ પિરીયા વળવી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતે પણ પરિણીત છે અને બે સંતાનોનો પિતા છે.
માતા મજૂરીએ ગઈ ને મુકાદમે હવસ સંતોષી:સુરતમાં માસૂમ દીકરીઓ પર દુષ્કર્મ આચરનાર 56 વર્ષીય આરોપી જેલભેગો, સ્કૂલમાં 'ગુડ ટચ-બેડ ટચ' સેશને ભોપાળું ફોડ્યું
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
