મારી સોસાયટી મારી નવરાત્રિ:પ્રિંજલ શાહ ફ્રેક્ચર હાથ સાથે ગરબા રમ્યા, કેનેડામાં નવરાત્રિ 2026 દરમિયાન શેરી ગરબામાં ઉત્સાહભેર લીધો ભાગ

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

આસો મહિનાની અજવાળી રાત અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે આપણી વહાલી નવરાત્રી. આ માત્ર નવ રાતનો તહેવાર નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને સંવાદિતાનું એવું મિલન છે જે દરેક ગુજરાતીના દિલને ઉમંગથી ભરી દે છે, ત્યારે કેનેડાના બ્રેમ્પ્ટનમાં નવરાત્રિ 2026 દરમિયાન પ્રિંજલ ચિરાગકુમાર શાહ ડાબા હાથમાં ફ્રેક્ચર હોવા છતાં શેરી ગરબામાં ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળ્યા હતા. હાથમાં ઈજા હોવા છતાં તેમનો ગરબા પ્રત્યેનો પ્રેમ અને ઉમંગ જળવાઈ રહ્યો હતો. પ્રિંજલનો આ જુસ્સો નવરાત્રિના આનંદ અને પરંપરા પ્રત્યેના લગાવનું ઉદાહરણ પૂરું પાડે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *