ઘુમાના ‘સત્સંગ ફ્લોરા’માં શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસે (૧૬ ઓક્ટોબર, ૨૦૨૬) ભક્તિમય માહોલ જોવા મળ્યો. સોસાયટી પરિસરમાં રહીશોએ ગરબા અને પૂજા-આરતી સાથે ઉત્સવની ઉજવણી કરી. આયોજનની શરૂઆત માતાજીની પૂજા અને આરતીથી થઈ. ફ્લોર નંબર ૬ ના પરિવારો – દિપીકાબેન પટેલ, રિદ્ધિબેન શુક્લ, રિદ્ધિબેન કોટેચા અને લલિતાબેન પટેલ – દ્વારા શ્રદ્ધાપૂર્વક થાળ અર્પણ કરાયો. સોસાયટીના રહીશો પણ આ આરાધનામાં જોડાયા. પૂજા-આરતી પછી માં અંબાના રાસ-ગરબા શરૂ થયા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી. ઢોલના તાલે સમગ્ર પરિસર ગૂંજી ઉઠ્યું. આ ઉત્સવ પરંપરા, સદ્ભાવના અને પ્રેમનું પ્રતીક બન્યો. કાર્યના અંતે સૌએ સાથે મળીને નાસ્તાનો આનંદ માણ્યો. આ રાત્રીએ સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ ફેલાવ્યો.
મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘુમાના સત્સંગ ફ્લોરામાં છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ, માનવતાનો સંદેશ આપ્યો
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
