મારી સોસાયટી મારી નવરાત્રિ:યશરાજ રહેવર પરિવારે સાતમા નોરતે મા જગદંબાની આરતી ઉતારી, બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવના સાતમા દિવસે ભક્તિભાવ સાથે આરતી યોજાઈ

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

ન્યૂ નરોડા, અમદાવાદની બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવના સાતમા દિવસે મા જગદંબાની આરતી ભક્તિભાવ સાથે યોજાઈ હતી. આ પ્રસંગે યશરાજ ઘનશ્યામસિંહજી રહેવર (I 504) પરિવારે માતાજીની આરતી ઉતારી હતી. નવરાત્રીના પાવન પર્વે સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરબાની રમઝટ અને ભક્તિભાવથી સમગ્ર પરિસર ઉત્સવમય બન્યું હતું. સમગ્ર નવરાત્રી મહોત્સવનું આયોજન અને સંચાલન બાલાજી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કમિટીની સુંદર વ્યવસ્થાને રહીશોએ બિરદાવી હતી. કાર્યક્રમનો અંત ‘બોલો માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે થયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *