મારી સોસાયટી મારી નવરાત્રિ:એકતા ફેસ્ટિવલમાં સાતમા નોરતે ‘મુંબઈથી ગાડી આવી રે’ની ધૂમ, આલાપ મ્યુઝિકલ ગ્રુપના સંગીતે ખેલૈયાઓને ઝુમાવ્યા, લકી ડ્રો અને ગિફ્ટ પણ અપાઈ

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના નારણપુરામાં આવેલા એકતા ફેસ્ટિવલમાં નવરાત્રિના સાતમા નોરતે ભક્તિ અને ગરબાનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. શ્રી અજિતભાઈ શાહ દ્વારા માતાજીની આરતી સાથે ઉજવણી શરૂ થઈ. આરતી પછી વાતાવરણ નવરાત્રિના રંગે રંગાઈ ગયું. આરતી બાદ આલાપ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરાયો. ઓર્કેસ્ટ્રાના સંગીત પર ખેલૈયાઓએ મન મૂકીને ગરબા કર્યા. ઓર્કેસ્ટ્રા પાર્ટીનું સૌજન્ય શ્રી પ્રજ્ઞેશભાઈ ગાંધીએ કર્યું. સાતમા નોરતે ૫ લકી ડ્રો ગિફ્ટ શ્રી કુમુદચંદ્ર મહેતા તરફથી અપાઈ. બેસ્ટ ગરબા પર્ફોર્મન્સ માટેની ૫ ગિફ્ટ તક્ષ ગોલ્ડના શ્રી કેતુલ સોની દ્વારા આપવામાં આવી. આ નોરતાનું ખાસ આકર્ષણ ‘મુંબઈથી ગાડી આવી રે’ થીમ પરના ગરબા રહ્યા. આ રજૂઆતમાં ફેસ્ટિવલના તમામ સભ્યોએ ઉત્સાહથી ભાગ લીધો. નાના-મોટા સૌએ સાથે મળીને ગરબાની મોજ માણી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *