મારી સોસાયટી મારી નવરાત્રિ:અવધ પ્રાગણમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી, બીજા નોરતે ગરબાની રમઝટ, ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી ગુજરાતભરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે થઈ રહી છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા અવધ પ્રાગણમાં પણ નવરાત્રીના બીજા નોરતે ગરબાની રમઝટ જામી હતી. સોસાયટીના રહેવાસીઓએ આ ઉત્સવનું આયોજન કર્યું હતું. ડીજેના તાલે પરંપરાગત અને આધુનિક ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. રંગબેરંગી ચણિયાચોળી અને પરંપરાગત વસ્ત્રો પહેરીને તમામ વયજૂથના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમ સ્થળે આકર્ષક રોશની અને ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. કલાત્મક રીતે શણગારેલા મંદિરના દર્શનથી ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળ્યો હતો. આ ઉજવણી પ્રેમ, એકતા અને સામાજિક સુંદરતાનું ઉદાહરણ બની હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *