માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા સરકારનો મહત્વનો નિર્ણય:ટેન્ડરની માન્યતાનો ગાળો 120 દિવસથી ઘટાડી 90 દિવસ કરાયો, અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના કામો ઝડપી બને તે માટે મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ટેન્ડરની માન્યતાનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાયો છે. જ્યારે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. કામ ઝડપી થાય તે માટે ટેન્ડરની શરતોમાં સુધારા
રાજ્યમાં થતા પુલ, રસ્તા અને સરકારી મકાનોના કામમાં ગતિ આવે તે માટે ટેન્ડર પ્રક્રિયામાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીશ્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે. તદનુસાર,જે કામોમાં પુર્વ પાત્રતાની જોગવાઇ નથી એવ્વાં સિવાયના ટેન્ડરો માટે( જ્યાં માત્ર ફાયનાન્સીયલ બીડ હોય ) : ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.કામમાં ઇજારદારોની પુર્વ પાત્રતાની ની જોગવાઈ ધરાવતા ટેન્ડરો માટે( જ્યાં ટેક્નીકલ અને ફાઇનાન્સિયલ બીડ બે બીડ હોય તેવા ટેન્ડર) : તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે ટેન્ડરની વેલિડિટી (Tender Validity)નો પ્રવર્તમાન 120 દિવસનો ગાળો ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં
નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation) કરવાનું ટાળવાનું રહેશે.વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે; એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં. જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહી થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે. અધૂરી દરખાસ્તો ને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *