મિનિટોમાં 28 હજાર ફૂટ નીચે આવી ફ્લાઇટ:લંડન-શિકાગો પ્લેને ફ્લાયદુબઈ જેવું ગોથું ખાધું, '7700 કોડ' એક્ટિવ કર્યો; રસ્તો બદલીને લંડન પરત ફરી, કારણ અસ્પષ્ટ

📅 Published: October 5, 2026 | 📂 Category: International

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295 આયર્લેન્ડ ઉપરથી ઉડાન ભરતી વખતે માત્ર થોડા જ મિનિટોમાં લગભગ 28 હજાર ફૂટ નીચે આવી ગઈ. આ દરમિયાન વિમાને 7700 ઇમરજન્સી કોડ એક્ટિવ કર્યો. આ પછી ફ્લાઇટને શિકાગો જવાને બદલે પાછી લંડન તરફ વાળવામાં આવી. ઇમરજન્સીનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાન આયર્લેન્ડ ઉપરથી લગભગ 9 હજાર ફૂટની ઊંચાઈ સુધી નીચે આવી ગયું હતું. 7700 કોડ એર ટ્રાફિક કંટ્રોલને વિમાનમાં સામાન્ય ઇમરજન્સીનો સંકેત આપે છે. તેનાથી સમસ્યા કયા પ્રકારની છે તે જાણી શકાતું નથી. ફ્લાયદુબઈના હાઈજેકના પ્રયાસના 5 દિવસ બાદ ઘટના
આ ઘટના 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી ઘટનાના 5 દિવસ બાદ સામે આવી છે. તેમાં ઓમાની કો-પાઇલોટે કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વિમાન લગભગ 34 હજાર ફૂટથી નીચે આવીને 17 હજાર ફૂટ પર પહોંચી ગયું હતું અને ઇમરજન્સી સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. બાદમાં ક્રૂ અને મુસાફરોએ આરોપીને કાબૂમાં લીધો અને ફ્લાઇટનું સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. 700 કોડ શું છે અને તે કેવી રીતે એક્ટિવ થાય છે 7700 વિમાનમાં ગંભીર ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતો ઈન્ટરનેશનલ સ્ક્વૉક કોડ છે. એન્જિનમાં ખામી, મેડિકલ ઈમરજન્સી, કેબિનમાં ધુમાડો અથવા અન્ય કોઈ ગંભીર પરિસ્થિતિમાં પાઇલટ તેને સેટ કરી શકે છે. પાઇલટ કૉકપિટમાં આવેલા ટ્રાન્સપોન્ડર પર 7700 કોડ સેટ કરે છે. ત્યારબાદ ટ્રાન્સપોન્ડર રેડિયો સિગ્નલ દ્વારા આ માહિતી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સિસ્ટમ સુધી પહોંચાડે છે. કંટ્રોલરના રડાર ડિસ્પ્લે પર વિમાનની ઓળખ સાથે ઈમરજન્સીનો કોડ દેખાય છે. ત્યારબાદ ATC વિમાનને પ્રાથમિકતા આપી શકે છે, અન્ય વિમાનોના માર્ગોમાં જરૂરી ફેરફાર કરી શકે છે અને એરપોર્ટની કટોકટી ટીમોને તૈયાર રાખી શકે છે. 7700 પરથી માત્ર એટલું જ જાણવા મળે છે કે વિમાનમાં સામાન્ય કટોકટી છે. સમસ્યા શું છે, તેની માહિતી પાઇલટે ATCને રેડિયો દ્વારા આપવી પડે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *