મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર ગોધરા નજીક ડોક્ટરના મુવાડા ટોલ પ્લાઝા પાસે એક કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ઈજા પહોંચી હતી. લીમખેડાથી વડોદરા તરફ જઈ રહેલી આ કારનું સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા તે રસ્તા પર પલટી મારી ગઈ હતી. કારમાં દેવલ પંચાલ પોતાના પરિવારના સભ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતને પગલે કારમાં સવાર દેવલ પંચાલ સહિત ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાઈવે હેલ્પલાઈન 1033ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. એમ્બ્યુલન્સની ટીમે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી અને તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક કાર પલટી:એક જ પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
