મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં આનંદીબેન પટેલની આંખમાં આંસુ આવી ગયાં હતાં:PAASના પૂર્વ કન્વીનર દિલીપ સાબવાએ અનામત આંદોલન સમયની 11 વર્ષ જૂની બેઠકના સંસ્મરણો વાગોળ્યાં

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ થવા સાથે તે સમયની ઘટનાઓ અને બેઠકોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે બોટાદ PAASના પૂર્વ કન્વીનર દિલીપ સાબવાએ 11 વર્ષ જૂની એક મહત્વપૂર્ણ બેઠકને યાદ કરતાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તે સમયે PAASની કોર કમિટીના 14 સભ્યો સાથે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. ‘દિલીપ તું શિક્ષિત છે, તું તો સમજ’ કહી ભાવુક થયાં હતાં આનંદીબેન
આ બેઠકના સંસ્મરણો વાગોળતાં દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આંખોમાં આંસુ હતાં. આ દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, ‘દિલીપ તું શિક્ષિત છે, તું તો સમજ.’ દિલીપ સાબવાના આ નિવેદનથી પાટીદાર આંદોલન સમયની સરકાર સાથેની વાતચીત અને તે સમયની પરિસ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. સમાધાનનો ઇનકાર કરી કેટલાક લોકો બેઠક છોડીને ગયા હતા
દિલીપ સાબવાએ વધુમાં જણાવ્યું હતું કે આજે પાટીદાર આંદોલનના જૂના મુદ્દાઓને લઈને નિવેદનો આપનારા કેટલાક લોકો તે સમયે સમાધાન માટે તૈયાર નહોતા. સમાધાનનો ઇનકાર કરીને તેઓ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જોકે, તેમણે જૂના વિવાદોને ફરીથી ઉખેડવાનો કોઈ અર્થ ન હોવાનું જણાવી દરેક વ્યક્તિએ જે તે પાર્ટી અથવા સમાજનું કામ કરતા રહેવું જોઈએ તેવી વાત પણ કરી હતી. જૂના આંદોલનની ઘટનાઓ ફરી ચર્ચામાં
11 વર્ષ જૂના પાટીદાર અનામત આંદોલન અને તે દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે યોજાયેલી બેઠક અંગે દિલીપ સાબવાના નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને બેઠક દરમિયાન બનેલી ઘટનાના તેમના વર્ણનને લઈને આંદોલનના જૂના સંસ્મરણો ફરી તાજા થયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *