ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં અમેરિકા અને કેનેડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન D.C., ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની મુલાકાત મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વોશિંગ્ટન D.C.માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USAની ટીમ અને ન્યૂ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી. FOGAUSA દ્વારા સ્વાગત અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિ આ પ્રવાસ દરમિયાન FOGAUSA દ્વારા સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્કમાં મુખ્યમંત્રીનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. FOGAUSAના પ્રતિનિધિમંડળના નેતૃત્વમાં પ્રમુખ ડૉ. વસુદેવ પટેલ, ઉપપ્રમુખ હરસદભાઈ (પાકાજી) પટેલ, પ્રોગ્રામ મેનેજર દિવ્યેશ ત્રિપાઠી, બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન ડૉ. ભરત બરાઈ, મુકુંદભાઈ મહેતા, પિયુષભાઈ પટેલ, દક્ષેશભાઈ, મહેશ પી. પટેલ, અમર ગોસ્વામી, અશ્વિન પ્રજાપતિ, અનિલભાઈ શાહ, જગદીશ પટેલ, બિપિંચંદ્ર પારેખ, અશોકભાઈ ભટ્ટ અને TV Asiaના એચ.આર. શાહ સહિત ગુજરાતી સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાયસ્પોરા મેમોરેન્ડમ અને મુખ્યમંત્રીનો પ્રતિસાદ આ પ્રસંગે FOGAUSA દ્વારા મુખ્યમંત્રીને એક મેમોરેન્ડમ રજૂ કરાયું હતું, જેમાં ગુજરાતમાં બિઝનેસ સરળ બનાવવો, NRI મિલકતોના પ્રશ્નો, માતૃવતન યોજના, ગુજરાત કાર્ડ પહેલનો વિસ્તાર અને સરકારી સેવાઓને વધુ પારદર્શક બનાવવા જેવા મુદ્દાઓ સામેલ હતા. મુખ્યમંત્રીએ આ તમામ બાબતો પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને વિદેશમાં વસતા ગુજરાતીઓના યોગદાનની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે:NRIના પ્રશ્નો અને રોકાણ મુદ્દે રજૂઆત કરાઈ, ગુજરાત–વૈશ્વિક ગુજરાતી જોડાણ વધુ મજબૂત બન્યું
📅 Published: August 29, 2026 |
📂 Category: International
