વડોદરાના કપુરાઈ ચોકડી અને આજવા બ્રિજ નજીક બસ રૂટ પર મુસાફરો ભરવા બાબતે લક્ઝરી બસના ચાલકને રસ્તામાં આંતરી, સ્કોર્પિયો કારમાં બળજબરીપૂર્વક અપહરણ કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર ચાલકે શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર સહિતના શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બસને રસ્તામાં રોકીને ડ્રાઇવર સાથે બોલાચાલી કરી
13 ઓગસ્ટના વહેલી સવારે રાધાધણી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કપુરાઈ ચોકડી સર્વિસ રોડથી આજવા બ્રિજ તરફ જઈ રહી હતી. તે દરમિયાન શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર પેથાભાઈ ભરવાડ તથા સ્વિફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક શખસોએ બસને રસ્તામાં રોકીને ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ‘આ રૂટ પર બસ લઈને નીકળશો તો જાનથી મારી નાખીશું’
આરોપીઓએ બસ ચાલકને રોકીને બીભત્સ ગાળો ભાંડી ધમકી આપી હતી કે, ધારસીમેલ, કુકરડા, તણખલા, ખરગડા, દેવલીયા, તિલકવાડા અને ડભોઈથી સૌરાષ્ટ્ર-ગાંધીધામ તરફના રૂટ પર તેમની લક્ઝરી બસો દોડે છે. જેથી આ રૂટ પર રાધાધણી ટ્રાવેલ્સની બસ લઈને પેસેન્જરો ભરવા આવવું નહીં, જો ફરીથી આ રૂટ પર બસ લઈને નીકળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ ઉચ્ચારી હતી. અપહરણ કરી સ્કોર્પિયોમાં લઈ ગયા, રસ્તામાં ઉતારી ગાળો આપી
આ ઘટનામાં ફરિયાદી અનુસૂચિત જાતિ/જનજાતિ સમાજના હોવાનું જાણવા છતાં, આરોપીઓએ આજવા બ્રિજ પાસેથી તેમને જાનથી મારી નાખવાના ઈરાદે બળજબરીપૂર્વક પકડી લીધા હતા. ત્યારબાદ ચાલકનું અપહરણ કરી પોતાની સ્કોર્પિયો કારમાં બેસાડી દીધા હતા અને રસ્તામાં સતત ગાળાગાળી કરી ધમકીઓ આપતા રહ્યા હતા. છેવટે આરોપીઓએ ચાલકને કપુરાઈ ચોકડી ખાતે કારમાંથી ઉતારતી વખતે પણ ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર સહિતના લોકો સામે ફરિયાદ
આ સમગ્ર બનાવ બાદ ભોગ બનનાર બસ ચાલકે શિવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર તેમજ તેમની સાથે કારમાં આવેલા અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મુસાફરો બેસાડવા બાબતે અપહરણ:આજવા બ્રિજ પાસેથી શિવ દર્શન ટ્રાવેલ્સના સંચાલકોએ રાધાધણી ટ્રાવેલ્સના ડ્રાઇવરનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
