મૂક-બધિર શાળામાં બાળકોનું શોષણ, ગૃહમાતાની અટકાયત:બાળકોને માર મરાતો, ભૂખ્યા રાખી માલિશ કરાવાતી, દાનની વસ્તુઓ બારોબાર વેચી દેવાના પુરાવા મળ્યા

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરની માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓના શોષણનો પર્દાફાશ થયો છે. વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમે તપાસ કરી હતી. આ મામલે શાળાની ગૃહમાતા સોનલબેન ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. માલિશ કરાવવા ઉપરાંત ઘરકામ પણ કરાવાતું
જેમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપાતો હતો, માર મરાતો હતો અને ભૂખ્યા રખાતા હતા. બાળકો પાસે રાત્રે 12 વાગ્યા સુધી માલિશ કરાવવા ઉપરાંત ઘરકામ પણ કરાવવામાં આવતું હતું. શાળામાં 15 કન્યાઓ અને 27 કુમારો અભ્યાસ કરે છે. કલેક્ટર અને એસડીએમની તપાસમાં ગેરરીતિ સામે આવી
દાતાઓ દ્વારા આપવામાં આવતી દાનની રકમ અને વસ્તુઓ પણ બારોબાર વેચી દેવામાં આવતી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા છે. એટેન્ડન્ટ પ્રશાંત ભટ્ટ સામે દારૂ પીવા અને બાળકો પાસે કામ કરાવવાની ફરિયાદો મળતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. સંસ્થાના ટ્રસ્ટી સિદ્ધેશ મહેતાએ જણાવ્યું કે, કલેક્ટર અને એસડીએમની તપાસમાં ગેરરીતિ સામે આવી છે. આ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *