મોટા વડીયામાં જુગાર રમતા 4 ઝડપાયા:પોલીસે દશામાના મંદિર પાસેથી 4,580 રૂપિયા જપ્ત કર્યા, 2 ફરાર

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં પોલીસે જુગાર પર દરોડો પાડ્યો હતો. જાહેરમાં જુગાર રમાતો હોવાની જાણ મળતા પોલીસે કાર્યવાહી કરી. પોલીસે દશામાના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાનાથી તીનપત્તીનો જુગાર રમતા ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. જોકે, બે લોકો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 4,580 રૂપિયા રોકડા અને ગંજીપતાના 52 પાનાં મળી કુલ 4,580 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓમાં દેવાણંદભાઈ નારણભાઈ કરંગીયા, મનસુખભાઈ સોમાભાઈ કરંગીયા, અશોકભાઈ રામાભાઈ બરડીયાવદરા અને નીતેષભાઈ રાજશીભાઈ ભાટીયાનો સમાવેશ થાય છે. FIRમાં ફરાર આરોપીઓ તરીકે સંજયભાઈ અરજણભાઈ કરંગીયા અને કિશોરભાઈ દેવાયતભાઈ કરંગીયાના નામ નોંધાયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *