મોટા વરાછા વીઆઈપી સર્કલ સ્થિત આસ્થા સ્ક્વેર ‘A’ બિલ્ડિંગમાં મંગળવારે સાંજે અચાનક લિફ્ટ ખોટકાતા નાના બાળક સહિત ત્રણ લોકોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળની વચ્ચે કોઈ કારણોસર લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ હતી. લિફ્ટમાં 34 વર્ષીય માર્ગી પટેલ, 23 વર્ષીય શિવાની પટેલ, 55 વર્ષીય ભગવતી પટેલ અને તેમની સાથે માત્ર 8 દિવસનું નવજાત ફસાઈ ગયું હતું. નવજાત શિશુ અંદર હોવાથી પરિવાર અને રહીશોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાંજે 7:22 વાગ્યે ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર સિદ્ધાંત વાય.ગઢવી અને સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ કામ કરી રહેલા એક સ્થાનિક વ્યક્તિએ સમયસૂચકતા વાપરીને લિફ્ટની આકસ્મિક ચાવીની મદદથી દરવાજો ખોલ્યો હતો. સ્થાનિકોની આ સતર્કતા અને મદદથી 8 દિવસના બાળક સહિત ત્રણેય મહિલાઓને કોઈ પણ ઈજા વિના સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા રાહતનો શ્વાસ લીધો હતો.
મોટા વરાછાના આસ્થા સ્ક્વેરની ઘટના:લિફ્ટ ખોટકાતાં નવજાત સહિત 3 મહિલા ફસાઈ, રેસ્ક્યુ કરાયા
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
