મોડાસા લાયન્સ ક્લબે નવરાત્રી આયોજકોનું સન્માન કર્યું:આનંદપુરા કંપામાં મા અંબાના ચાચર ચોકમાં ગ્રામજનો અને યુવક મંડળના પ્રમુખ સન્માનિત

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

મોડાસા લાયન્સ ક્લબના હોદ્દેદારોએ આનંદપુરા કંપામાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી. આ મહોત્સવ મા અંબાના ચાચર ચોકમાં ઘણા વર્ષોથી યોજાય છે. ક્લબ દ્વારા નવરાત્રીના સુંદર આયોજન બદલ ગ્રામજનો અને આનંદ યુવક મંડળના પ્રમુખ નિકુંજભાઈ પટેલનું સન્માન કરાયું. તેમને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ પંકજભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ ચૌહાણ, નિરવભાઈ ચૌહાણ, મનોજભાઈ ઉપાધ્યાય, રામાભાઈ પટેલ, કનુભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *