મોતીબાગ ટાઉનહોલ ખાતે સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર યોજાઈ:શ્રેષ્ઠ સફાઈ કામદારો અને મનપાના સ્ટાફનું સન્માન કરી PPE કીટનું વિતરણ કરાયું

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતે ‘સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેયર, કમિશનર સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ સફાઈ કામદારોનું સન્માન કરી PPE કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે જ સફાઈ કામદારો અને તેમના પરિવારો માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજી સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભ પૂરા પાડવામાં આવ્યા હતા. ​ઓફિસ સ્ટાફને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
રાજ્ય સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલ “સ્વચ્છતા હી સેવા-2026 અક્ષિયાન” અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે “સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈકામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમને પી.પી.ઈ. (PPE) કીટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરો, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્વચ્છતા ગ્રાહીઓ અને ઓફિસ સ્ટાફને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શિબિરમાં સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો હતો અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. તેમજ જેમને લાભ મળવાનો બાકી હતો તેમને સ્થળ પર જ વિવિધ યોજનાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર, હેલ્થ કમિટી તથા ડ્રેનેજ કમિટીના ચેરમેનો, નગરસેવકો અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસભાઈ દોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *