મોરબીમાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:જાંબુડીયાના રોલેક્સ કારખાનામાંથી ચોરાયેલા રૂ.40 હજારના કેબલ સાથે બે ઝડપાયા

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલા રોલેક્સ સ્પ્રે ડાયર કારખાનામાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરી થયેલા 80 મીટર કેબલ વાયર, જેની કિંમત આશરે રૂ.40 હજાર છે, તે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ચોરી આશરે એક મહિના અગાઉ, તા.5 જુલાઈ 2026ની રાત્રે બની હતી. અજાણ્યા શખ્સોએ રોલેક્સ સ્પ્રે ડાયર નામના મારબલ કટીંગના કારખાનામાં પ્રવેશ કરી ચાલુ વીજ લાઇનના કેબલ વાયર ચોરી લીધા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે જાંબુડીયા ખાતે રહેતો વિજય અજયભાઈ સલાટ અને રફાળેશ્વર મચ્છુનગર ખાતે રહેતો ઘેલો જમાલભાઈ સલાટ આ ચોરીમાં સંડોવાયેલા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીનો 80 મીટર કેબલ વાયર પણ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કારખાનામાંથી કેબલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓને મુદ્દામાલ સાથે અટકાયતમાં લીધા છે અને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *